Thursday, May 8, 2025

મોરબી ના નવા ડેલા રોડ પર યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના શનાળા રોડ પર સત્યમ પાનવાળી શેરી વિશ્વકર્મા પાર્ક બ્લોક નં -૦૮મા રહેતા મિથુનભાઈ મોહનભાઈ કુંઢનાણી (ઉ.વ.૩૯) એ આરોપી ચિરાગભાઇ ઉર્ફે જીગો વિનોદભાઈ ખખ્ખર, કાનાભાઇ વિનોદભાઈ ખખ્ખર, જયરાજભાઈ કાનાભાઈ રહે. તમામ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ અગાઉ આરોપી ચિરાગભાઈ પાસેથી રૂપીયા લીધેલ હોય જે બાબતે અગાઉ પોલીસમા અરજી કરેલ હોય અને ત્યારે તેમને સમાધાન થઇ ગયેલ હોય આ બાબતેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી સાથે મોરબીના નવાડેલા રોડ પર બોલાચાલી કરી ફરીયાદિને ગાળો આપેલ અને ફરીયાદિએ ગાળો આપવાની ના પાડતા આરોપીઓએ લાકડાનાધોકા વતી તથા ઢીકાપાટુનો ફરીયાદિને મારમારી શરીરે ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,799

TRENDING NOW