મોરબી ના ત્રિમંદિર નજીક ટ્રેનના હડફેટે યુવકનું મોત.
મોરબીના નવલખી રોડ પર આવેલ ત્રિમંદિર નજીક રેલવેના પાટા પર ટ્રેનના હડફેટે યુવકનું મોત નિપજ્યું હતું.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ બુધ્ધ સેન ઉવ-૧૮ રહે-અતિથિ પેપેરમીલ સોખડા પાટીયા તાજી-મોરબી વાળા ગત. તા-૨૫/૦૪/૨૦૨૩ ના વહેલી રાતના કોઇ પણ સમયે ત્રીમંદીર સામે રેલ્વેટ્રેક ઉપર ટ્રેનમા આવી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





