મોરબી ના અમરનગર નજીક કોજી સિરામિક ના લેબર ક્વાર્ટરમાં યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું.
મોરબીના અમરનગરમા કોજી સીરામિકના લેબર ક્વાર્ટરમાં યુવકનું ઝેરી દવા પી જતા મોત નિપજ્યું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ વિનોદભાઈ મોહનભાઈ બથવાર ઉવ-૧૯ રહે કોજી સીરામિક અમરનગર તા.જી.મોરબી વાળા કોઈ પણ કારણોસર કોજી સિરામિકના લેબર ક્વાર્ટરમા ઝેરી દવા પી જતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





