Monday, June 22, 2026

મોરબી :- નવા બસસ્ટેશન સામે એપાર્ટમેન્ટમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબી :- નવા બસસ્ટેશન સામે એપાર્ટમેન્ટમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા.

મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા મોરબીના નવા બસસ્ટેશન સામે આવેલ સોસાયટી માં આવેલ એપાર્ટમેન્ટમાં જુગાર રમાડતા એક સહિત ત્રણ જુગારીઓ પર પોલીસ ત્રાટકી. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે જાણવા મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે મોરબી ના નવા બસસ્ટેશન સામે આવેલ સ્વસ્તિક સોસાયટીના વિશ્વાસ એપાર્ટમેન્ટના બ્લોકનં.૪૦૩ માં (૧)શંકરભાઇ દેવશીભાઇ જશાપરા નામના ઈસમ જુગાર રમવા માટે સવલતો પૂરી પાડતા હોઈ ત્યારે ત્યાં પોલીસ દ્વારા રેઇડ કરતા ત્યાંથી આરોપી (૧) સહિત (૨) બેચરભાઇ માવજીભાઇ અઘારા (૩)સહદેવસિંહ ચંદુભા જાડેજા જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની પાસેથી ૬૦૬૦૦/- રોકડ રકમ કબ્જે કરી આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,609,050

TRENDING NOW