ભાજપ મોરબી પાલીકાએ આપેલ ઢોર પકડ કોન્ટ્રાકટ માત્ર બીલ બનાવવા કે ભ્રષ્ટાચાર કટકી કરવા માટે ?: રમેશ રબારી
મોરબી પાલિકા દ્વારા શહેરમાં વધેલ રખડેલ પશુઓમાં મુખ્યત્વે ખુંટીયાઓએ પ્રજાને બાનમાં લીધેલ છે. શહેરનો એકપણ વિસતાર એવો નથી જયાં રખડુ ખુંટીયાઓનું સામ્રાજય ન હોઈ આ બાબતે અનેક રજુઆતો પછી પાલિકાએ પશુ પકડવાનો કોન્ટ્રાકટ આપ્યાનું જણાવેલ અને અપાઈ પણ ગયેલ છે પરંતુ શહેરમાંથી રખડુ પશુઓ ત્રાસ જેમનોતેમ છે. આ પશુઓ રાહદારીઓ, આબાલવૃધ્ધ સહિત શહેરના દુકાનદારો તેમજ વાહનચાલકો માટે માથાનો દુઃખાવો બનેલ છે ત્યારે કોન્ટ્રાકટ અપાયેલ લોકોએ પશુઓને પકડેલ છે કે નહી ? તે સમજાતું નથી. ખરેખર કોન્ટ્રાકટ આપી કામ કરાવાય છે કે માત્ર અને માત્ર કાગળ પર જ દર્શાવી પશુ પકડની મસમોટી રકમ ચાઉ થાય છે? તેવો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઇ રબારીએ કર્યો હતો.
મોરબીની પ્રજાને સત્વરે પશુઓના ત્રાસમાંથી ત્વરીત મુકિત અપાવવા લોકો આતુર છે પાલિકામાં ભાજપનું એકચકી શાસન છે. ત્યારે તેઓની આ બાબતે પ્રજાના જાનમાલની સલામતીની સંપુર્ણ જવાબદારી રહે છે કારણ કે તેઓ સુધરાઈના જવાબદાર સેવકો છે તેમને તાત્કાલીક પગલા લેવા જોઈએ. પશુઓ અને ખાસ કરીને જાહેર રસ્તાઓ પર આખલા યુઘ્ધ સામાન્ય બન્યુ છે. જેમાં છાશવારે અનેક લોકો અને વાહનો ભોગ બન્યા છે. ઘણા કિસ્સામાં મોત પણ થયા છે. અને ધણા લોકો દવાખાનામાં સારવાર હેઠળ હોવાની જાણકારી મળેલ છે ત્યારે દરેક સુધરાઈ સભ્યોએ તેમના વોર્ડ અને
શહેરની ચિંતા કરી આ પ્રશ્નો હલ કરવા જોઈએ. માત્ર માસિક હપ્તાઓથી સંતોષ માનવો ન જોઈએ વી લોકચર્ચાએ જોર પકડયુ છે. સાથે સાથે પ્રવર્તમાન શાસનમાં ચાલતા સદસ્ય ટેક્ષ વસુલાત અને ચુકવણી અંગે લોકોમાં ભારે આક્રોશ સાથે અજંતો છે. શું આટલા માટે જ તમો સદસ્ય ચુંટાયા છો ? પ્રજાની હાડમારી દૂર કરવી આપની પ્રાથમિક ફરજ રહેલ છે.
જે તમામ સદસ્યં ભાજપનાં નેતાઓ અને જવાબદાર અધિકારી ને લાગુ પડે છે. કોન્ટ્રકટ શરૂ થયા પછી આજ દિવસ સુધીમાં કેટલા રેઢીયાળ ઢોર પકડયા અને કયાંથી ? તંત્ર દ્વારા તેમને કાં રાખવામાં આવ્યા છે તેની વિગત લોકો સમક્ષ જાહેર કરવી જોઈએ. નગરપાલિકા દ્વારા અપાયેલ કોન્ટ્રાકટર દ્વારા રેઢીયાર ઢોર પકડવા માટે રોજે રોજ એરીયા વાઈઝ કાર્યક્રમ જાહેર કરવો જોઈએ ટાઈમ અને સમય સાથે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જણાવ્યું હતું.





