Saturday, May 3, 2025

મોરબી નક્ષત્ર હોસ્પીટલને 1 વર્ષ પૂર્ણ થતાં ડોકટર્સ ડે નિમિત્તે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: 1 લી જુલાઇ એટલે ડોક્ટર્સ ડે અને ભયંકર કોરોના કાળની ગંભીર પરિસ્થિતીમાં મોરબીના કોરોનાના દર્દીઓને સર્વશ્રેષ્ઠ સારવાર આપી એવી અતિઆધુનિક મોરબીના શનાળા રોડ મહેશ હોટલ પાછળ આવેલ નક્ષત્ર હોસ્પીટલને 1 વર્ષ પૂર્ણ થયું છે. અને બીજા વર્ષમાં મંગલ પ્રવેશ તથા ડોક્ટર્સ ડે નિમિત્તે મોરબી જિલ્લાના લોકો માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સૌપ્રથમ વખત સ્પેશ્યાલિસ્ટ ડો.મહેન્દ્ર ફેફર  (હાડકાનો વિભાગ), ડો.બિન્દ્રા ફેફેર (દુખાવાના સ્પેશ્યાલિસ્ટ), ડો.આકાશ સંપત (જનરલ ફીઝીશીયન), ડો.દિવ્યા દેત્રોજા (કસરત વિભાગ), અને સુપર સ્પેશ્યાલિસ્ટ ડો. સત્યમ્ ઉધરેજા (કાર્ડિયોલોજીસ્ટ), ડો.હર્ષ ઘોણીયા (કાર્ડિયોલોજીસ્ટ), ડો.અંકિત માકડિયા (ગ્રેસ્ટોલોજીસ્ટ), ડો.ધવલ તન્ના (રૂમેટોલોજીસ્ટ), ડો.કૌમિલ કોઠારી (ન્યુરો ફિઝીશીયન), ડો.કલ્પેશ સનારીયા (ન્યુરો ફિઝીશીયન), ડો.નિયતી ભલાણી ભાડજા (નેફ્રોલોજિસ્ટ), ડો.સોહૈલ બાદી (સ્પાઇન સર્જન) દ્વારા ફ્રી માં નિદાન કરવામાં આવશે તથા BMD (હાડકાની મજબૂતી), સ્પાઈરોમીટર (ફેફસાની તાકાત), સુગર, BMI ફ્રી માં કરવામાં આવશે.

તથા જરૂર પડે તો સી.ટી.સ્કેન, લોહીના રિપોર્ટ, એક્સ-રે, ઈ.સી.જી (છાતીની પટ્ટી), એન્ડોસ્કોપી, તથા દવા દવાઓ રાહતદરે કરી આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે  અને રજીસ્ટ્રેશન માટે ફોન નં.02822-222222, 75020 62222 પર બપોર 2 થી 5 વાગ્યા સુધીમાં કરવાનું રહેશે. તેમજ કોરોના કાળના લીધે લીમીટેડ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમ યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,502,724

TRENDING NOW