Monday, March 9, 2026

મોરબી થી ટંકારા જવાનો રસ્તા પર મઢુલી હોટલ પાસે છકડા ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

મોરબી થી ટંકારા જવાનો રસ્તા પર મઢુલી હોટલ પાસે છકડા ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત.

મોરબી થી ટંકારા જવાનો રસ્તા પાસે આવેલ મઢુલી હોટલ નજીક બે ફિકર અને ગફલત ભરી રીતે ચલાવતા છકડા ચાલકે મોરબીના વીસીપરા ના રહેવાસી એક યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે છકડાચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે.

મળતી માહિતી મુજબ ગૌરીબેન ધનજીભાઇ અગેચાણીયા (ઉ.વ.૩૬) રહે. મોરબી વીસીપરા અમરેલી રોડ અગેચાણીયા વાડીમાં તા.જી. મોરબી વાળાએ આરોપી છકડો રીક્ષા રજીસ્ટર નંબર – GJ-3V-6193 ના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૩-૦૨-૨૦૨૩ ના રોજ આશરે બારેક વાગ્યાનાં અરસામાં આરોપીએ પોતાની હવાલાવાળી છકડો રીક્ષા રજીસ્ટર નંબર- GJ-3V-6193 ની પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સામેથી આવી ફરીયાદીના હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર- GJ-36-P-6410 ની સાથે ભટકાવી ફરીયાદીના પતીને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પત્નીએ આરોપી છકડો રીક્ષા ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈ.પી.કો.કલમ – ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ- ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,127

TRENDING NOW