Monday, May 12, 2025

મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવતા રંગપર બેલા ગામે SMC ત્રાટકી, ૭૫૦ લિટર દેશી દારૂ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

SMC પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ મોરબી તાલુકાના રંગપર બેલા ગામની સીમમાં દરોડા પાડી દેશી દારૂનો અડ્ડો ઝડપી પાડયો હતો જેમાં દેશી દારૂ લિટર -૭૫૦ કિં રૂ. ૧,૫૦,૦૦૦ તથા મોબાઇલ ફોન -૦૩ કિં રૂ. ૧૦,૫૦૦ તથા રોકડ રકમ રૂ. ૧૫,૮૦૦ તથા એક આઇ -૨૦ ગાડી કિં રૂ. ૩,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૪,૭૬,૮૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અકબરભાઈ કરીમભાઈ સમા (ઉ.વ.૪૭) તથા સાહીલભાઈ જાનમહંમદભાઈ ભટ્ટી (ઉ.વ.૨૦) રહે. બંને કાંતિનગર માળીયા ફાટક પાસે મોરબીવાળાને ઝડપી પાડી પૂછપરછ કરતા અન્ય ત્રણ ઈસમો અનવરભાઈ ઉર્ફે દડી હાજીભાઈ માલાણી રહે. માળીયા ફાટક પાસે કાંતિનગર મોરબી,તથા ઇમરાન રહે. મોરબી અને જીગ્નેશ ઉર્ફે ડાકુ કાળુભાઇ પંચાળા રહે. ઢેઢુકી તા. સાયલા જી. સુરેન્દ્રનગરવાળાનુ નામ ખુલતા તમાંમ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,503,241

TRENDING NOW