મોરબી તાલુકાના ફાટસર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા.
મોરબી તાલુકાના ફાટસર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડયા હતા. ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે ફાટસર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી નવલસીહ પ્રભાતસીહ જાડેજા, વસંતભાઇ ઓધવજીભાઇ કાસંન્દ્રા, પ્રવિણભાઇ રાધવજીભાઇ લીખીયા, નરેન્દ્રભાઇ બાબુભાઇ ગાંભવા અને દયાલજીભાઇ ગોવિદભાઇ ચોટલીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 46,600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.





