મોરબી જિલ્લામાં ધીમેધીમે બાઈક ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક બાઈક ચોરી ને ફરિયાદ પોલીસ મથક ખાતે નોંધાવવામાં આવી છે. ત્યારે મોરબી તાલુકાના પીપળી ગામે આવેલા સોસાયટીમાંથી પાર્ક કરેલ બાઇકની ચોરી થતા બાઈક ના માલિકે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામે ગજાનંદ પાર્કમાં રહેતા રાજવીરસિંહ હેમંતસિંહ જાડેજાની માલિકીનું રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.