મોરબી તાલુકાના ગામોના નવનિયુક્ત સરપંચોનું સન્માન કરાયું
(અહેવાલ: જયેશ બોખાણી)
મોરબી તાલુકા ભાજપના યુવા મોરચા દ્વારા તાજેતરમાં મોરબી તાલુકાના ગામોના નવનિયુક્ત યુવા સરપંચોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. જેમાં પીપળીયા, ખેવારીયા, લુંટાવદર, નાની વાવડી, મોટીવાવડી સહિતના ગ્રામ્ય સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું
મોરબી તાલુકા ભાજપના યુવા મોરચા દ્વારા યુવા સરપંચ સન્માન કાર્યક્રમ અંતર્ગત ખેવારીયા ગામના સરપંચ વિશાલભાઈ કનોજીયા નું સન્માન કરાયું હતું. આ તકે મોરબી તાલુકા ભાજપના યુવા મોરચાના પ્રમુખ નિતેશભાઇ બાવરવા ઉપ પ્રમુખ અમીતભાઈ અને ઉપપ્રમુખ રાજેશ ભાઈ ની ઉપસ્થિતિમાં નવનિયુક્ત સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું.