મોરબી તાલુકાના કાસા કોયલી ગામે જુગાર રમતા 6 ઝડપાયા.
મોરબી એલસીબી ટીમ મોરબી તાલુકાના કાસા કોયલી ગામે જાહેરમાં જુગાર રમતા છ પત્તા પ્રેમીઓને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમે મોરબી તાલુકાના કાસા કોયલી ગામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા દિનેશભાઇ પુનાભાઇ ડાંગર, ગોવિંદભાઇ હરજીભાઇ પનારા, પરેશભાઇ દેવાભાઇ રાણીપા, શૈલેશભાઇ સવજીભાઇ ઘોડાસરા, પ્રભુભાઇ તળશીભાઇ બાવરવા અને મુકેશભાઇ ધીરૂભાઇ પીપળીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 38,700 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.





