Monday, May 5, 2025

મોરબી જુના ઘુંટુ રોડ સ્મશાનની સામે બાવળની કાટમાથી વિદેશી દારૂની 204 બોટલો સાથે બે ઝડપાયાં: બે ફરાર

Advertisement
Advertisement
Advertisement

મોરબી જુના ઘુંટુ રોડ સ્મશાનની સામે બાવળની કાટમાથી વિદેશી દારૂની 204 બોટલો સાથે બે ઝડપાયાં: બે ફરાર

મોરબી: મોરબી જુના ઘુંટુ રોડ સ્મશાનની સામે, મસાણની મેલડી માતાજીના મંદિરની પાછળ, બાવળની કાટમાંથી વિદેશી દારૂની ૨૦૪ બોટલો સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી જુના ઘુંટુ રોડ સ્મશાનની સામે, મસાણની મેલડી માતાજીના મંદિરની પાછળ, બાવળની કાટમાં આરોપી જયેશભાઇ મનસુખભાઇ સેખલીયા રહે- લાલપર જુનાગામમા, રામજી મંદીર પાસે, ચંદુભાઇના મકાનમા ભાડેથી મોરબી-૨ તથા હસમુખભાઇ નાનજીભાઇ સારલા રહે- સીલ્વરપાર્ક સોસા. ત્રાજપર ખારી પાછળ, જુના ઘુટુ રોડ, મોરબી વાળાએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૦૪ કિં રૂ.૭૬,૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે ઈસમો દીપકભાઇ સીવરામભાઇ કોળી રહે- સીલ્વરપાર્ક સોસા. મોરબી તથા સીંધાભાઇ દસરથભાઇ કોળી રહે-રાજપર તા.ધ્રાગધ્રા જી.સુ.નગર વાળા સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને પકડી પાડવા શોધખોળ હાથ ધરી છે. પોલીસે ચારે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,745

TRENDING NOW