મોરબી જીલ્લા ના હળવદ તાલુકામાં ઠગાઇ અને વિશ્વાસધાતના બનાવમાં થયેલ ફરીયાદમાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર
હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સહિતા કલમ ૪૦૬,૪૦૭,૪૨૦,વિગેરે હેઠળ ફરીયાદ નોધાયેલ હતી આ બનાવમા આરોપીએ ૧૦ mm ના લોખંડ ના સળિયા ની ઠગાઇ અને વિશ્વાસઘાત કરેલ હોવાની ફરિયાદ હળવદ તાલુકા પોલિસ સ્ટેશન માં નોધાયેલ હતી, આ બનાવ માં આરોપીએ લોખંડના સળિયા ના મોટા જથ્થા માથી ઠગાઇ કરી થોડી થોડી માત્રા માં જથ્થો કાઢી લઈ ગુન્હો આચરવામાં એક બીજા આરોપી ને મદદ કરેલ હોય જે બનાવ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન મા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોધાયેલ હોય આરોપી કરણભાઈ ઉર્ફે કાળુભાઈ તરફે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી કાનજી એમ. ગરચર રોકાયેલ હતા. અને તેમાં ધારદાર દલીલ કરેલ હોય અને જણાવેલ કે આરોપીઓએ આવો કોઈ ગુન્હો કરેલ નથી કે આવા કોઈ ગુન્હો અંગે જાણતા નથી તેમ છતાં ખોટી રીતે સંડોવી દીધેલ છે. આ બનાવમાં આરોપી સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને આગોતરા જામીન અરજી મંજુર કરવા દલીલ કરેલ હતી અને આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે. આરોપી તરફે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી કાનજી એમ.ગરચર રોકાયેલ હતાં.





