Saturday, March 14, 2026

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળનો 11 મો વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: મહેશ આહિર મોરબી)

મોરબીના રામધન આશ્રમ ખાતે આહિર કર્મચારી મંડળનો અગિયારમો મો વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો હતો. તથા આહિર સમાજના નિવૃત્ત કર્મચારી વિદાય કાર્યક્રમ તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે વિદ્યાર્થીને સીલ્ડ તથા પ્રમાણપત્ર આપી શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં આર્થિક સહયોગ ઇનામ ના દાતા રામભાઈ વારતોરિયાએ આપ્યો હતો. તથા વિદ્યાર્થીઓને ઘરે જઈને સન્માન પત્ર આપ્યા હતા. આ કાર્યક્રમમાં ચંદુભાઈ હુંબલ, દિનેશભાઈ હુંબલ તથા આહિર કર્મચારીના મહાનુભાવો તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વાગત અને પ્રવચન મયુરભાઈ ગોજીયા દ્વારા કરવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ અજયભાઇ ડાંગર આભાર પ્રવક્તા વિક્રમભાઈ ડાંગર દ્વારા તેમજ સમગ્ર કાર્યક્રમનું રાજેશભાઈ મઢ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. હાલ કોરોના વૈશ્વિક મહામારીના લીધે કોરોના ગાઇડ લાઇનનું ચુસ્ત પણે પાલન કરી સાદાઈ પૂર્વક કાર્યક્રમ સંપન્ન કર્યો હતો. આહીર સમાજ સમિતિના કારોબારી આયોજનમાં ભારે જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,596,869

TRENDING NOW