Friday, March 13, 2026

મોરબી જીલ્લામાં સ્પેશિયલ કોવિડ રસીકરણ કેમ્પનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી: કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા આપવામાં આવેલ સુચના અનુસાર વાણિજિયક એકમો સાથે સંકળાયેલ વ્યકિતઓને કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ સુનિશ્ચિત થઇ શકે તે અંતર્ગત તમામ દુકાનો, વાણિજિયક સંસ્થાઓ લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટ્સ, અઠવાડીક ગુજરી /બજાર/ હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલા વ્યકિતઓ ને કોવિડ રસીકરણ સમય સર થઇ શકે તેવા હેતુથી મોરબી જીલ્લામાં જુદા-જુદા સેન્ટરો ખાતે તારીખ ૨૫ જુલાઈ, ૨૦૨૧ ને રવિવારનાં રોજ સ્પેશિયલ કોવિડ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૧૮ વર્ષ થી ઉપરની વય જૂથ ધરાવતા હોય અને કોવિડ રસીકરણમાં બાકી હોય તે તમામ વ્યકિતઓ આ રસીકરણ કેમ્પમાં લાભ લઇ શકશે. વેક્સિનેશન સેન્ટર પરથી વોક ઇન વેક્સિનેશન અન્વયે સ્થળ પર રજિસ્ટ્રેશન કરાવીને રસીકરણ કરાવી શકશે, અને જે લોકોએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવી SMS દ્વારા સમય સ્થળ-તારીખનો સ્લોટ મેળવેલ હશે તેમને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે.

Related Articles

Total Website visit

1,595,588

TRENDING NOW