Monday, March 9, 2026

મોરબી જિલ્લા ક્રોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઇ આહીરના અધ્યક્ષ સ્થાને રાણેકપર ગામે મિટિંગ યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના રાણેકપર ગામે ગુજરાત પ્રદેશ ઓબીસીના ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીની સૂચના મુજબ મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓબીસીના પ્રમુખ રાજુભાઈ આહિર મના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગની વિસ્તૃત કારોબારીની મિટિંગ મળી હતી. હળવદ તાલુકા કોંગ્રેસ ઓ.બી.સી પ્રમુખ જીલુભાઈ પરમાર તેમજ ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ બાબરીયાની મેહનતથી મોરબી જિલ્લાની વિસ્તૃત કારોબારીની મિટિંગ યોજાય હતી. તેમજ હળવદ તાલુકા કોંગ્રેસના 50 જેટલા નવનિયુક્ત હોદેદારોની નિમણુકો આપવામાં આવી હતી.

આ તકે મોરબી જિલ્લા ઓ.બી.સી પ્રમુખ રાજુભાઇ આહિર દ્વારા સંગઠન વધુ મજબૂત કરી આવનારી જિલ્લા ની વિધાનસભા ની ત્રણય બેઠક ઉપર કૉંગ્રેસ ને વિજય બનાવી સુ એવી હાકલ કરી હતી. આ મિટિંગમાં ડો. રાણા (હળવદ તાલુકા પ્રમુખ), મોરબી જિલ્લા પ્રભારી ડો.દિનેશભાઇ પરમાર, મોરબી જીલ્લા ઓ.બો.સી પ્રભારી પ્રવીણભાઈ મૈયડ, મોરબી જિલ્લા પ્રમુખ જ્યંતીભાઈ પટેલ, મોરબી જિલ્લા ઓબીસી મહામંત્રી મનસુખભાઇ વાઘેલા, નારણભાઈ સોનાગરા, એલ.એમ.કંજારીયા, હેમાંગભાઈ રાવલ, મહિપાલસિંહ ઝાલા, મશરૂ, ખેર, કે.ડી.બાવરવા, રાજુભાઇ જિલરીયા, વિનુભાઈ ડાભી, નિલેશભાઈ સુરેલીયા, લખુભા ગઢવી, કે.ડી.પડસુંબિયા, લખમાનભાઈ વરાણિયા તેમજ ટંકારા, હળવદ, માળીયા અને મોરબી તાલુકાના હોદેદારો બહોળી સંખિયામાં લોકો એ હાજરી આપેલ હતી.

Related Articles

Total Website visit

1,595,209

TRENDING NOW