Saturday, June 20, 2026

મોરબી જિલ્લા કલેકટરની બદલી, લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના 50 IAS અધિકારીની કરાઇ બદલી

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા કલેકટરની બદલી, લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના 50 IAS અધિકારીની કરાઇ બદલી

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત રાજ્યના 50 IAS અધિકારીની બદલી કરવામાં આવી છે. દર વખતે આ પ્રકારે ચૂંટણી પહેલા બદલી કરવામાં આવતી હોય છે. ત્યારે 2024 લોકસભા ચૂંટણી પહેલા આ બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 50 અધિકારીઓને બદલીના આદેશ આપ્યા છે. વડોદરા કલેકટર એ. બી. ગોરની મુખ્યમંત્રી કાર્યાલયમા નિયુક્તિ કરાઈ છે જેઓ ખાસ ફરજ પરના અધિકારી તરીકે કામગીરી કરશે. તે ઉપરાંત અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી એમ.કે. દવેને ગાંધીનગર કલેક્ટર તરીકે જવાબદારી સોંપાઈ છે. એક સાથે આટલી બધી બદલી થતા ગુજરાતમાં ઉચ્ચ અધિકારી બેડામાં ખળભળાટ મચી ગયો છે.

-એમ કે દવે, જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદની, ગાંધીનગર કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.

-જી.ટી. પંડ્યાની મોરબી કલેકટરની દેવભૂમિ-દ્વારકાના કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.

-બી.એ. શાહ જામનગર કલેકટરની વડોદરા કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.

-અમિત પ્રકાશ યાદવ નસવારી જિલ્લા કલેકટરની ખેડા-નડિયાદ કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.

-ડૉ. સૌરભ ઝમસિંહ પારધી, ટૂરિઝમ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટરની સુરત કલેકટર તરીકે બદલી કરવામાં આવી.

-ક્ષિપ્રા સૂર્યકાંતરાવ અગ્રે વલસાડ કલેકટરની નવસારી કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.

ગાંધીનગરના DDO તરીકે Sk મોદીની બદલી કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,608,888

TRENDING NOW