Saturday, June 20, 2026

મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારીઓએ પડતર માંગણીઓના નીરાકરણ મુદ્દે કલેકટરને આપ્યું આવેદનપત્ર

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારીઓએ પડતર માંગણીઓના નીરાકરણ મુદ્દે કલેકટરને આપ્યું આવેદનપત્ર

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના તમામ કર્મચારી ભાઇઓ બહેનો તા. ૧ર – ૦૮ – ૨૦રર થી અચોકકસ મુદતની હડતાળ ઉપર છે.જે પોતાની વર્ષો જૂની પડતર માંગણીઓને લઇને આજે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના પંચાયત વિભાગ વર્ગ-3ના કર્મચારીઓ ગત ૧૨ તારીખથી પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે. ત્યારે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ અચોક્કસ મુદતની હડતાલ અંગે બીજો અન્ય આદેશ ન કરે ત્યાં સુધી હડતાલમાં જોડાયેલા રહેશે. મુખ્ય ત્રણ પ્રશ્નોના સરકાર ઠરાવ, જી.આર.આર પરિપત્રો ન આપે ત્યાં સુધી આ હડતાલ શરૂ રહેશે. જ્યારે અંતમાં સરકારને પડતર માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા આવેદનપત્રમાં જણાવ્યું હતું.

Related Articles

Total Website visit

1,608,806

TRENDING NOW