Friday, March 13, 2026

મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયું.

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયું.

આજરોજ મોરબી જિલ્લા ના પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓનુ સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયું હતું. જેમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા એમ.પી.એચ.એસ./ એફ.એચ.એસ./ એમ.પી.એચ.ડબલ્યું./ એફ. એચ. ડબલ્યું. જોડાયા હતા.
આ સ્નેહમિલનમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી અને વિવિધ હોદેદારો તેમજ જિલ્લાના અધિકારીઓ એ ખાસ હાજરી આપેલ હતી.

આ તકે તાજેતર માજ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા હડતાલમાં સફળતા અપાવનાર રાજ્યના તમામ હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આકાર્યક્રમને સફળ બનાવવા જિલ્લાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી તેવું મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ પ્રિંગલભાઇ ડાંગર, મહામંત્રી અરવિંદભાઇ પરમાર તેમજ જિલ્લા ના મુખ્ય કન્વીનર દિલીપભાઈ દલસાણીયા ની યાદી માંથી જણાવવા માં આવેલ હતું.

Related Articles

Total Website visit

1,595,590

TRENDING NOW