Tuesday, March 10, 2026

મોરબી જિલ્લામાં વહેલી સવારથી ધીમીધારે કમોસમી ઝાપટા વરસતા ખેડુતોમાં ચિંતામાં

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના માળીયામિંયાણા તાલુકામાં વેસ્ટર્ન ડિસ્ટબર્નસના કારણે વાતાવરણે યુટર્ન લેતા અચાનક પલ્ટો આવ્યો હતો હવામાન વિભાગે તા.૫ અને ૬ જાન્યુઆરીના રોજ કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી જેની અસર તળે માળીયામિંયાણાના વેજલપર ખાખરેચી જુનાઘાંટીલા સુલતાનપુર વેણાસર સહીતના રણકાંઠાના ગામડાઓમા તા.૫ જાન્યુઆરીથી પલ્ટો જોવા મળ્યો હતો અને રાત્રી દરમિયાન રણકાંઠાના ગામડાઓમા છાંટા વરસવાનુ ચાલુ થયુ હતુ જેના બીજા દિવસે વહેલી સવારે છાંટાએ વેગ પકડતા ધીમીધારે ઝરમર વરસાદ શરૂ થયો હતો જેના કારણે રોડરસ્તા ઉપર પાણી ભરેલા તો શેરી ગલીઓમાં કીચડ જેવો માહોલ જોવા મળ્યો હતો આમ ભરશિયાળે ચોમાસા જેવા વાતાવરણે લોકો સ્વેટર સાથે રેઈનકોટ પહેરવા મજબુર બન્યા હતા.

તેમજ રોડ ઉપર લોકોને ધાબળા કે સાલને બદલે આજે છત્રી લઈને જોવા મળતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો અત્રે ઉલ્લેખનીય છેકે ગત તા.૨૭ ડિસેમ્બરના રોજ રણકાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેના એક અઠવાડિયા બાદ ખેડુતો બીજા માવઠાનો સામનો કરી રહ્યા છે વારંવાર થતા માવઠાના કારણે ખેડુતોને શિયાળુ પાકની ચિંતા છે અને જીરૂ લસણ ચણા કપાસ એરંડા ડુંગળી ધાણા રાઈ ઘઉં સહીતના ઉભાપાકાને નુકશાનની સાથે પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે સતત બીજા અઠવાડિયે કમોસમી માવઠાના કારણે ખેડુતોને ખેતરમાં રહેલી જણસોને તાલપત્રીથી ઢાંકવા દોડધામ થઈ પડી હતી આમ વહેલી સવારથી ધીમીધારે વરસતા હળવા કમોસમી વરસાદથી વાહન ચાલકોને સ્વેટર સાથે રેઈનકોટ પહેરી સજ્જ જોવા મળ્યા હતા તેમજ ડબલ ઋતુ જેવા વાતાવરણથી જનજીવન ફરી પ્રભાવિત થયુ હતુ

Related Articles

Total Website visit

1,595,263

TRENDING NOW