Friday, May 9, 2025

મોરબી જિલ્લામાં ગ્રામ રક્ષક દળ/સાગર રક્ષક દળમાં ખાલી -૪૪૬ જગ્યાઓ પર ભરતી

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં માળીયા(મી.) પોલીસ સ્ટેશનમાં ૫૭ જી.આર.ડી. પુરૂષ, ૪૦ જી.આર.ડી. મહિલા, ૩૪ એસ.આર.ડી., મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ૧૫ જી.આર.ડી. પુરૂષ, ૪૯ જી.આર.ડી. મહિલા, ૦૫ એસ.આર.ડી., હળવદ પોલીસ સ્ટેશનમાં ૬૪ જી.આર.ડી. પુરૂષ, ૫૦ જી.આર.ડી. મહિલા, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ૩૫ જી.આર.ડી. પુરૂષ, ૫૧ જી.આર.ડી. મહિલા, ટંકારા પોલીસ સ્ટેશનમાં ૧૯ જી.આર.ડી. પુરૂષ, ૨૭ જી.આર.ડી. મહિલા સહિત કુલ-૪૪૬ માનદ સભ્યોની ભરતી કરવામાં આવનાર છે.

આ ભરતી માટે શૈક્ષણીક લાયકાત-૩ પાસ કે તેથી વધુ, ઉંમર-૨૦ થી ૫૦ વર્ષ સુધીના, મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા, માળીયા (મી), ટંકારા હળવદ વિસ્તારના અને શારીરિક તથા માનસિક સશક્ત ઉમેદવારોએ અરજી ફોર્મના નમુના સંબંધિત પોલીસ સ્ટેશન અથવા જી.આર ડી. શાખા, રૂમ નં ૧૫, પોલીસ અધિક્ષકની કચેરી નવા સેવાસદનની બાજુમાં, શોભેશ્વર રોડ, મોરબી-૨. ખાતેથી તા.ર૬/૧૦/૨૦૨૧ થી તા.૦૩/૧૧/૨૦૨૧ સુધીમાં કચેરી સમય સવારના ૧૦:૩૦ થી ૧૮:૧૦ સુધીમાં રૂબરૂમાં મેળવવાના રહેશે તેમજ તા.૦૩/૧૧/૨૦૨૧ ના ૧૮:૧૦ સુધીમાં અરજી ફોર્મ અચુક જમા કરાવવાના રહેશે. ભરતી પ્રકીયાની વિગતવારની માહિતી “Morbi Police” ના ફેસબુક પેજ પર તથા અત્રેની જી.આર.ડી. શાખા તથા સંબંધિત પોલીસ સ્ટેશન ખાતેથી રૂબરૂમાં મળી રહેશે. તેમ સુબોધ ઓડેદરા જિલ્લા પોલીસ અધિક્ષક મોરબીની યાદીમાં જણાવેલ છે.

Related Articles

Total Website visit

1,502,819

TRENDING NOW