Sunday, May 4, 2025

મોરબી જિલ્લાના તમામ એપીએમસી ખરીદ કેન્દ્રો પર લઘુત્તમ ટેકાના ભાવે ખરીદીની કામગીરી બંધ રાખવાનો નિર્ણય

Advertisement
Advertisement
Advertisement

મોરબી: હાલમાં નોવેલ કોરોના વાયરસ (Covid-19) ના કેસોનો મોરબી જિલ્લામાં વધારો થયો હોવાનું ધ્યાને આવેલ છે. ઉપરાંત એપીએમસી ખરીદ કેન્દ્વ ખાતે ખરીદ અધિકારી/કર્મચારી સ્ટાફ પણ કોરોના સંક્રંમિત થયેલ છે.

જેથી કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા તેમજ એપીએમસી ખરીદ કેન્દ્વો ખાતે દુરથી આવતા નાગરિકોમાં સંક્રમણનો ફેલાવો ન થાય તે હેતુથી અને જાહેર આરોગ્યની જાળવણીના હેતુસર જાહેર જનતાના હિતમાં જિલ્લાના તમામ એપીએમસી ખરીદ કેન્દ્વો ખાતે લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કામગીરી તા.૧૭/૦૪/૨૦૨૧ થી તા.૨૫/૦૪/૨૦૨૧ સુધી બંધ રાખવા નિર્ણય કરવામાં આવેલ છે. પરિસ્થિતિ કાબુમાં આવ્યે તાત્કાલીક લધુત્તમ ટેકાના ભાવે ખરીદી ફરી શરૂ કરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતા પી. પટેલની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,502,730

TRENDING NOW