મોરબી જલારામ મંદિર ખાતે રવિવાર તા.૨૫-૧-૨૦૨૨ ના રોજ સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણ થશે
મોરબી: વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આગામી રવિવાર તા. ૨૫-૧૨-૨૦૨૨ના રોજ સવાર થી સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણના કાર્યક્રમનુ આયોજન કરવા માં આવેલ છે. જે અંતર્ગત ડ્રાઈફ્રુટ, કાજુ, બદામ, પિસ્તા ચીકી રૂ.૧૩૦ ના ભાવે ઉપરાંત તલ-સિંગ-દાળીયા સહીતની વિવિધ જાતની ચીકી રૂ.૬૦ તથા રૂ.૭૦ ના ભાવે તેમજ મમરા ના લાડુંનુ રાહતદરે વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવશે તેમ સંસ્થાએ યાદી માં જણાવ્યુ છે.