Monday, March 9, 2026

મોરબી જનતાની જાહેર સંપત્તિઓનો ભાજપને દસ્તાવેજ કરી આપો…

Advertisement
Advertisement
Advertisement

મોરબીના જાહેર માર્ગો તથા ખાનગી અને જાહેર મિલ્કતો ઉપર ઠેર-ઠેર ભાજપના ઝંડા લગાડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આવા ઝંડા-પતાકા દુર કરવામાં ન આવતા મોરબી આમ આદમી પાર્ટીએ મોરબી જિલ્લા કલેક્ટરને રજુઆત કરી મોરબી જનતાની જાહેર સંપત્તિઓનો ભારતીય જનતા પાર્ટીને દસ્તાવેજ કરી આપવા માંગ કરી છે.

આમ આદમી પાર્ટીએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખત રજુઆત કરી જણાવ્યું હતું કે, મોરબી શહેરની જાહેર સંપત્તિ ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના પાર્ટી ઝંડાઓ, પતકડાઓ તેમજ બેનરો મનફાવે તે રીતે મારી દેવામાં આવ્યા છે. અમે સમજીએ છીએ કોઈપણ મંત્રી પ્રજાના આશીર્વાદ ,લેવા આવતા હોય તો ત્યારે ભાજપ માટે દેખાવ કરવો ખૂબ જરૂરી હોય છે જે દેખાવને અમે તે દિવસે પૂરતો સહી લીધો જ છે, આજે ઘણા દિવસ થયા બાદ પણ પ્રજાની જાહેર સંપત્તિ ઉપરથી વગર મંજુરીના ઝંડાઓ, પતકડાઓ તેમજ બેનરો હટાવવામાં આવ્યા નથી.

વધુમાં મોરબી જિલ્લો હોવાથી નાના થી લઈ ને આપના સુધીના મોટા અધિકારીઓ કે જેમની જવાબદારી પ્રજાહિત માટે પ્રજાની સંપત્તિની રક્ષા કરવાની હોય છે, તેનું ધ્યાન રાખવાનું હોય છે. જેઓ પ્રજાના સેવક હોય છે ત્યારે એ કાર્ય પણ કોઈએ કર્યું નથી ત્યારે અમારે અત્યંત દુ:ખ સાથે આજે આવેદન આપવું પડે છે કે, આપ તમામ અધિકારીઓ કાયદા મુજબ સહુને એક સરખા રાખી શકતા ના હોવ અને પ્રજાની સંપત્તિની જાળવણી કરી શકતા ના હોવ તો અમારી નમ્ર અરજ છે કે મોરબી શહેરની તમામ જાહેર સંપત્તિઓ ભારતીય જનતા પાર્ટીના નામે કરી આપો જેથી કરીને અમારે કોઈ પણ પ્રકારનો વિરોધ ના કરવો પડે અને આપ એવુ ના કરવા માંગતા હોવતો ર૪ કલાકમાં તમામ પ્રજાની જાહેર સંપતિ પરથી ભાજપના તમામ સાહિત્યો ઉતરાવી નાખશો અન્યથા અમારે અમારી પાટી”ના સાહિત્યો ત્યાંજ લગાડવા પડશે. અથવા તમામ સંપતિ ભાજપને નામ કરીદો જેથી તમને પણ તમારી ફરજ નિભાવવામાં ગૂંગણામણ ના થાય તકલીફ આપી રહ્યા છીએ તે નજર અંદાજ કરશો. તેમ રજુઆત કરી છે.

Related Articles

Total Website visit

1,595,175

TRENDING NOW