મોરબી: ગોર ખીજડીયા થી મોરબીને જોડતો માર્ગ પાકો બનાવવા કાર્યપાલક ઇજનેરને ગોર ખીજડીયા ગામના સરપંચે રજુઆત કરી
મોરબી: ગોર ખીજડીયા થી મોરબીને જોડતો માર્ગ પાકો બનાવવા ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમ મોરડીયાએ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજુઆત કરી છે.
મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમ મોરડીયાએ ઉપસ્થિત રહી ગોર ખીજડીયા ગામના પ્રશ્નોની ચર્ચા કરી હતી. ગોર ખીજડીયાથી મરબીનો જુનો માર્ગ જે હાલમાં કાચો છે તેમજ ખૂબ ખરાબ હાલાત મા છે તેને નવો પાકો રોડ બનવવા ત્યા ગામ પાસે બેઠુ નાલુ મોટુ કરવાના અનુસંધાનમા આ રસ્તો જે સાત ફેક્ટરી આવેલ છે તેણી ગ્રામ પંચાયત પાશે નવો પાકો રોડ બનાવવાની માંગ સાથે ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમ મોરડીયાએ માર્ગ અને મકાન વિભાગ મોરબીના કાર્યપાલક ઇજનેર ચોધરીને રજૂઆત કરી છે.