મોરબી:- ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો.
આયુષ્યમાન ભારત યોજના હેઠળ સરકારે 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પણ સામેલ કર્યા છે જે હેઠળ લાભાર્થીઓ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મેળવી શકે છે આયોજન માટે લાયક લોકોએ આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવું પડે જેને લઈ આજરોજ મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા ખાતે પ્રધાનમંત્રી આયુષ્ય માન વય વંદના કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો
મોરબી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા માં મોરબી જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રી જયંતીભાઈ પડસુંબિયા ની અધ્યક્ષતા માં 70 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી માટે પ્રધાનમંત્રી આયુષ્ય માન વય વંદના કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા હેઠળ આવતા વિસ્તાર ના 70 થી વધુ ઉંમરના બાકી રહેલ લાભાર્થી દ્વારા લાભ લેવામાં આવ્યો હતો
આ કામગીરી માટે મેડિકલ ઓફિસર ડૉ.સંજય જીવાણી સાહેબ તેમજ એમ.પી.એચ.એસ શ્રી કે કે કાલરીયા તેમજ એમ.પી.એચ.ડબલ્યુ. હિતેષભાઇ વાંક તેમજ તાલુકા સદસ્ય ભૂપતભાઈ સવસેટા અને ગામના લોકો દ્વારા લોકોને વધુ માં વધુ લાભ મળે તે માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.






