મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ ઉપર જાહેરમાં ઊભા રહીને અશોભનીય વર્તન કરનારા બે શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મોરબી પોલીસ કાયદા અને વ્યવસ્થાની જાળવી રાખવાં માટે અવાર નવાર પેટ્રોલિંગ કરતી હોય છે ઉપરાંત કાયદા નું ઉલંઘન કરનાર અથવા સમાજ માં શાંતિ ભંગ કરનાર ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી કરી તેમને કાયદા નું ભાન કરતી હોય છે. ત્યારે મોરબીના કન્યા છાત્રાલય રોડ પર બે વ્યક્તિઓ અશોભનીય વર્તન કરતા હોય તેમજ અપશબ્દો બોલતા હોય ત્યારે આ બંને વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં
૧) શિવભાઈ વિનોદભાઇ મકવાણા જાતે બોરીચા (ઉમર 18)
૨)લવભાઈ રામભાઈ કરોતરા જાતે રબારી (ઉમર 19) ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.