મોરબી: ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા ટેકફેસ્ટ’ 22 વિજ્ઞાનમેળાનું જિલ્લા સ્તરીય આયોજન
મોરબી: ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર વૈજ્ઞાનિક સંશોધન અને વિકાસને મહત્વ આપે છે, વિધાર્થીમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજી પ્રત્યે જાગૃતતા પ્રેરાય તે માટે સતત કાર્યરત છે. જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા STEM એક્ટિવિટીને લગતા પ્રોજેકટ તેમજ બાળકોને ટ્રેનીંગ આપવામાં આવે છે જે અંતર્ગત તા. ૩૧ / ૧૨ / ૨૦૨૨ ને શનિવારના રોજ ટેકફેસ્ટ’૨૨ (વિજ્ઞાનમેળો) નું આયોજન કરેલ છે તો આ પ્રદર્શન નિહાળવા તેમજ ભાગ લેવા માટે મોરબીની જાહેર જનતા તેમજ શાળા અને કોલેજના બાળકોને આ ટેકફેસ્ટ’ રર માં ભાગ લેવા માટે આમંત્રિત કરીએ છીએ.
આ ટેકફેસ્ટ’૨૨ માંભાગ લેનાર તમામ વ્યક્તિને સર્ટિફિકેટ તેમજ વિજેતા ટીમને ટેકફેસ્ટ’ ૨૨ એવોર્ડ આપવામાં આવશે. આ ટેકફેસ્ટ’ ૨૨માં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ કોલેજના વિધાર્થીઓ ભાગ લઇ શકશે. જે ટીમના ઇનોવેટિવ આઇડિયા હો તે ટીમને પ્રોજેકટ મોડેલ તેમજ પેટન્ટ સુધી સેન્ટર દ્વારા મદદ કરવામાં આવશે. આ ટેકફેસ્ટ’૨૨ માટેની વધુ માહિતી માટે મો. 79843 78128 પર સંપર્ક કરવા વિનંતી.
નીચે આપેલ લિન્ક દ્વારા પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.