Friday, March 13, 2026

મોરબી : એન.ડી.પી.એસ.ના ગુનામાં ફરાર આરોપી એલસીબીએ ઝડપી લીધો.

Advertisement
Advertisement
Advertisement

મોરબી : એન.ડી.પી.એસ.ના ગુનામાં ફરાર આરોપી એલસીબીએ ઝડપી લીધો.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ એનડીપીએસના ગુનામાં ફરાર આરોપીને મોરબી એલસીબીના સ્ટાફે પકડી પાડ્યો હતો.રેંજ આઇજી અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા નાશતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના કરાયેલી હોય એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડ્યા તથા સ્ટાફ દ્વારા તે દિશામાં ચાલુ હતી દરમિયાનમાં એલસીબીના પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા કે.એચ.ભોચીયા તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડવા પ્રયત્નશીલ હતા.

તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના જયવંતસિંહ ગોહીલ, પુથ્વીસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી સિટી બી ડિવી. પોલીસ મથકમાં નોંધાયેલ એનડીપીએસ એકટ કલમ ૮(સી), ૨૦(૨)બી ના ગુનામાં ફરાર આરોપી ભરતભાઈ રતીલાલભાઇ ચૌહાણ રહે.ધ્રાંગધ્રા ડાભી સોસાયટી, સીએનજી પંપ પાસે મુળ રહે.રાજપર તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળો વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતા તેમના સબંધી મનોજભાઇ દરજીના ઘરે આવવાનો છે તેવી ચોકકસ બાતમી મળતા પોલીસે તે જગ્યાએ તપાસ કરતા તે ગુનામાં ફરાર ભરતભાઇ રતીલાલભાઇ ચૌહાણ જાતે દરજી (ઉ.વ.૬૨) ધંધો.દરજીકામ રહે.ધ્રાંગધ્રા, ડાભી સોસાયટી, સીએનજી પંપ પાસે, મુળ રહે.રાજપર તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર મળી આવતા તેને હસ્તગત કરીને મોરબી સિટી બી ડિવિઝન પોલીલ હવાલે કરાયો હતો.

Related Articles

Total Website visit

1,595,562

TRENDING NOW