મોરબી: ઈન્દ્રનગર પટ્ટા નજીક તીનપત્તીનો જુગાર રમતા 6 ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીમાં ઈન્દ્રનગર પટ્ટા નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી અબ્બાસભાઇ કરીમભાઇ ભટ્ટી,ઇલ્યાસભાઇ હાજીભાઇ મોવર, સલીમભાઇ હુસેનભાઇ મોવર,દિલાવરભાઇ આમદભાઇ મોવર,ખતીઝાબેન અબ્બાસભાઇ કરીમભાઇ ભટ્ટી,સલમાબેન આમદભાઇ ઓસમાણભાઇ મોવર (રહે બધાં ઇન્દીરાનગર મોરબી-૦૨) નેં રોકડ રકમ રૂ.૨૩૮૨૦ નાં મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડયા હતા. આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.