મોરબી ઇલેક્ટ્રિક દુકાન માંથી તસ્કરો એક લાખ નેવ્યાસી હાજરનો માલસામાન ચોરી ગયા
મળતી માહિતી મુજબ મનીષભાઇ રામજીભાઈ મેરજા રહે તુલસી શ્યામ એપાર્ટમેન્ટ બ્લોક નં -૬૦૧ કેનાલ રોડ રામકો બંગ્લો પાછળ ગજાનંદ પાર્ક મોરબી વાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે આરોપીએ ફરીયાદીની ન્યુ પટેલ રીવાઇન્ડીંગ નામની દુકાનનું સટર ઉચકાવી સટર નીચેથી દુકાનમા પ્રવેશ કરી દુકાનમા રાખવામા આવેલ ઇલેકટ્રીક મોટર રીપેરીંગ માટે લાવેલ આશરે ૨૮૦ કિલો જેટલો નવો કોપરનો વાયર કિ.રૂ.૧,૧૧,૫૦૦, સબમશીબલ મોટરનો નવો વાયર આશરે ૧૦૦ કિલો જેની કિ.રૂ.૩૯,૭૦૦, કોપરનો ભંગાર (વાયર) આશરે ૬૦ કિલો જેટલો જેની કિ.રૂ. ૨૦,૦૦૦/, રીપેરીંગમા આવેલ ઇલેકટ્રીક મોટરની બોડિ નંગ.૧૨ જેની કિ.રૂ.૧૨,૦૦૦/-, એક ઇલેકટ્રીક પાવર ટ્રાન્સફર કરવા અંગેનુ ટ્રાન્સફોર્મર જેની કિ.રૂ.૫૦૦૦, દુકાનમા લગાવામા આવેલ સી.સી.ટી.વી. કેમેરા તેમજ કેમેરાનુ રેકોડીંગ થતુ એન.વી.આર. સહિતનો સેટ જેની કિ.રૂ.૧૦,૦૦૦/- જે મળી કુલ કિમત રૂપીયા ૧,૯૮,૨૦૦/- ના માલસામાનની અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે





