Monday, March 9, 2026

મોરબી :- અગમ્ય કારણોસર દવા પી જતા મોત, અજાણી સ્ત્રીનો મૃતદેહ મળ્યો.

Advertisement
Advertisement
Advertisement

મોરબી :- અગમ્ય કારણોસર દવા પી જતા મોત, અજાણી સ્ત્રીનો મૃતદેહ મળ્યો.

મોરબી સિટી વિસ્તારમાં એપલ હોસ્પિટલ નજીક થી ૧૦૮ ની ટીમ એક મહિલાને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કોઈ અગમ્ય કારણોસર દવા પી જતા મહિલાની હાલત ગંભીર હોવાથી મોત નિપજ્યું છે. ત્યારે પોલીસ દ્વારા મૃતક મહિલાની ઓળખ કરવા તેમજ આગળની ધોરણસરની કાયૅવાહી હાથ ધરી છે.

ગત તારીખ ૨ જુલાઈ ના રોજ ૧૦૮ ની ટીમને જાણ થઈ હતી કે એક અજાણી મહિલા દવા પી ગયેલ હાલત માં હોય ત્યારે એપલ હોસ્પિટલ નજીક થી ૧૦૮ ની ટીમ દ્વારા મહિલાને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ સરકારી હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટ સરકારી હોસ્પિટલના ડૉકટર એ મહિલાને મૃત જાહેર કર્યા હતાં. બાદ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની માહિતી મેળવી મહિલાની ઓળખ કરવા માટે તજવીજ હાથ ધરી છે. મહિલાના ની ઉંમર આશરે ૩૨ વર્ષ હોય ઉપરાંત તેમના જમણા હાથમાં ઓમ ત્રોફાવેલ હોય તથા કાંડાના ભાગ પર સ્ટાર ત્રોફાવેલ છે. ત્યારે પોલીસ દ્વારા આ બધી જ માહિતીને ધ્યાને લઇને પોલીસ દ્વારા મહિલાના વાલીવારસ ની સોધખોડ શરૂ કરી છે. તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,209

TRENDING NOW