મોરબીની વીસીપરા યમુનાનગર સોસાયટીના શેરી નં-૫ આવેલ બંધ રહેણાંક મકાનમાંથી અજાણ્યો શખ્સ સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત ૫૦ હજારના મુદામાલની ચોરી કરી ગયા હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરના વીસીપરા, યમુના નગર સોસાયટીમાં આવેલ શેરી નં.૫ માં રહેતા વ્રુતિબેન મુકેશભાઇ વિઠલદાસ જાતે (ઉ.વ.૨૫)ના બંધ મકાનમા અજાણ્યા ઈસમેં દરવાજાનો નકુચો / તાળુ તોડી મકાનમા પ્રવેશ કરી બેડ રૂમમા કબાટની તિજોરી તોડી તેમા રહેલ સોનાનો એક ચેન અંદાજીત ૧૦ ગ્રામ કિ.રૂ.૩૦૦૦૦ તથા સોનાની કાનની બુટી નં-૨ અંદાજીત ગ્રામ ૫ કિં.રૂ. ૧૫,૦૦૦/ તથા ૫૦૦૦/- ની રોકડ સહિત કિંરૂ.૫૦,૦૦૦/- મુદામાલ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવમાં ફરીયાદનાં આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.