મોરબીની ગોપાલ સોસાયટીમાં રહેતા ૧૬ વર્ષીય સગીરે
ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી-૨ ગોપાલ સોસાયટીમાં રહેતા પરેશભાઇ
જયેશભાઇ પંડ્યા (ઉ.વ-૧૬)એ કોઇ કારણ સર ગળેફાસો ખાઇ
લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલિસ સ્ટેશનમાં નોંધ કરાઈ છે.