મોરબી: દિલ્લીના જંતર મંતર ખાતે આહિર અર્જુન આંબિલયા ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને ભારતીય સેનામાં જાતિઓના નામોથી આહિર રેંજીમેન્ટ બને તે માંગ સાથે 11 જાન્યુઆરીથી અનિશ્ચિત સમય ઘરણા પર બેસી શાંતિપૂર્ણ આંદોલન ચલાવી રહ્યા છે.
ત્યારે મોરબીમાં તેમના સમર્થનમાં આહિર એકતા મંચ, ગુજરાત માલધારી સેના, એકતા એજ લક્ષ્ય સંગઠન, હિન્દુ યુવા વાહિની, નંકલંક નેજાધારી ગૌ સેવા સમિતિ તથા અન્ય હિન્દુ સંગઠનો અને ગૌરક્ષકો દ્વારા મુંડન કરાવી ગૌ હત્યા બંધ થાય અને ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે તેમજ આહિર રેજીમેન્ટ બને તે બાબતે મોરબી જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને જો સરકાર દ્વારા માંગ નહિ સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી હિન્દુ સંગઠનોએ ચીમકી ઉચ્ચારી હતી.
