Monday, June 15, 2026

મોરબીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 6 ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 6 ઝડપાયા

મોરબી: મોરબીમાં વાવડી રોડ પર કૃષ્ણનગર-૨ શેરીના નાકે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમોને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં વાવડી રોડ પર કૃષ્ણનગર-૨ શેરીના નાકે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા આરોપી પ્રભુભાઇ ભગવાનજીભાઇ ચાવડા (રહે. કૃષ્ણનગર-૨ વાવડીરોડ મોરબી), રમેશભાઇ જીવરાજભાઇ પરમાર (રહે. અની હોટલ પાસે વાડી વિસ્તાર જામનગર), નિલેશભાઇ ધરમશીભાઇ છત્રોલા (રહે. જ્યોતીપાર્ક સોસાયટી ધ્રોલ),
કિશોરભાઇ નાથાભાઇ પરમાર (રહે. ત્રીકોણબાગ રાજકોટ જામનગર હાઇવે ધ્રોલ), રાકેશભાઇ રમેશભાઇ પરમાર (રહે. પડધરીનાકા પાસે વાડી વિસ્તાર ધ્રોલ), જીજ્ઞેશભાઇ મોહનભાઇ નાગપરા (રહે. અની હોટલ પાસે જામનગર રાજકોટ હાઇવે ધ્રોલ) ને રોકડ રકમ રૂ.૩૩,૨૫૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયા હતા. આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,459

TRENDING NOW