મોરબી પોલીસ પ્રોહીબીશન ની એક્ટિવિટી ને અટકાવવા માટે ઝુંબેશ ચલાવી રહી હોય દરમિયાન મોડી ગતરાત્રીના રોજ મોરબી તાલુકા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોય કે મોરબી તાલુકાના ઉચીમાંડલ ગામની સીમમાં આવેલ માર્બિલાનો સીરામીક ક્વાર્ટરમાં એક ક્ષણ દારૂનો જથ્થો ચોરીછૂપી સંગ્રહ કરી તેનું વેચાણ કરતો હોય ત્યારે પોલીસ દ્વારા આ ઘટનાની જાણ થતાં સિરામિક ફેકટરીમાં રેડ કરવામાં આવી હતી.
ખાનગી રાહે મળેલ બાતમીના આધારે સિરામિક ફેકટરી ના લેબર ક્વાર્ટરમાં રેડ કરતા બીજા માળે એક રૂમની તપાસ કરતા ખૂણામાં પુઠાના બે બોક્સ પડેલ હોય અને એક સ્કૂલબેગ જેવો થેલો પડેલું ચેક કરતા ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો જોવામાં આવતા ઓઢણી માં રહેલ જગદીશભાઈ ગોવીંદભાઇ મારૂ (રહે. માર્બિલાનો સિરામિક ઊંચી માંડલ) વાળાની ધોરણ સાતની અટકાયત કરી હતી. અને આ ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ નો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો જેમાં રોયલ ચેલેન્જ વિસ્કી એન્ડ સ્મુથર ની સીલપેક બોટાદ નંગ-૨૬ કી.રૂ. ૧૩૫૨૦ /- વેચાણ રાખી હોય તેને કબજે કરવામાં આવી હતી. તેમજ આરોપી વિરૂદ્ધ પ્રોહીબિસનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.