મોરબી: વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલીત શ્રી સરસ્વતી શિશુમંદિર-શકત શનાળામાં મુદ્રા વિજ્ઞાન- પુસ્તકના વિમોચનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુદ્રાઓનું પોતાનું એક વિજ્ઞાન છે. આવી વિવિધ મુદ્રાઓનું વિજ્ઞાન સમજાવવા, ગાગરમાં સાગરને સમાવવાની કોશિશ કે. રંગરાજ અયંગાર દ્વારા થઈ છે. જેનો માતૃભાષામાં અનુવાદ અનિલભાઈ રાવલ (પ્રધાનાચાર્ય, દિવાન બલ્લુભાઈ શાળા, કર્ણાવતી) દ્વારા થયો છે. તો આ મુદ્રા વિજ્ઞાન પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ તા. ૨૯ને શુક્રવારે રાત્રે ૯ કલાકે સરસ્વતી શિશુમંદિર, મોરબી-રાજકોટ હાઇવે, શકત-શનાળા ખાતે યોજાશે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બ્રિજેશભાઇ મેરજા (રાજય કક્ષાના મંત્રી-શ્રમ અને રોજગાર) તથા ભાણદેવજી (સરસ્વતી નિકેતન આશ્રમ-જોધપર), દુર્લભજીભાઇ દેથરીયા (મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ), મુખ્ય વકતા નિતિનભાઇ પેથાણી (કુલપતિ – સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ) ઉપસ્થિત રહેશે. તેમ પ્રમુખ બાબુભાઈ બેચરભાઈ અઘારા અને મંત્રી જયંતિભાઇ પોપટભાઈ રાજકોટીયા (માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન-મોરબી) તથા નિયામક સુનીલભાઇ રતીલાલ પરમાર (સરસ્વતી શિશુમંદિર)ની યાદીમાં જણાવાયું છે.