Friday, May 2, 2025

મોરબીમાં સમસ્ત ગૌ ભક્તો દ્વારા ગૌ વિજ્ઞાન કથાનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં સમસ્ત ગૌ ભક્તો દ્વારા ગૌ માતાને આધ્યાત્મિક અને વૈજ્ઞાનીક રૂપે સમજવાનો અવસરરૂપે ગૌ-વિજ્ઞાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં આગામી તા.૨૩ને શનિવારના રોજ રાત્રે ૯ કલાકે સરદાર બાગની સામે ઓમ શાંતિ સ્કૂલની બાજુમાં ગૌ-વિજ્ઞાન કથા યોજાશે. જેમાં મુખ્ય વક્તા તરીકે કુલપતિ, ગવ્યસિદ્ધાચાર્ય પંચગવ્ય વિદ્યાપીઠ, કાંચીપુરમ્ તામિલનાડુથી ડો.નિરંજનભાઈ વર્મા ઉપસ્થિત રહી ગૌ માતા વિશે સમજાવશે. આ કાર્યક્રમમાં સહયોગી સંસ્થામાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર, યંદુનનંદન ગૌ સેવા ટ્રસ્ટ, ક્રાંતિકારી સેના, માતૃભૂમિ વંદના ટ્રસ્ટ, મોરબી પાંજરાપોળ, ગૌ પ્રેમી મિત્ર મંડળ અણીયારી, ભારત વિકાસ પરિષદ, પરીશ્રમ ઔષધી વન મોરબી સહિતના ટ્રસ્ટ તથા ગ્રુપો જોડાશે. વધુ માહિતી માટે મો.9429245295 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,502,695

TRENDING NOW