મોરબીમાં વિદેશી દારૂની બે બોટલ સાથે એક યુવાન ઝડપાયો
મોરબી: મોરબીના રવાપર રોડ નવજીવન સ્કુલ પાછળ બગીચા નજીક ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક યુવકને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ નવજીવન સ્કુલ પાછળ બગીચા નજીકથી આરોપી વિપુલભાઇ નરસંગભાઈ બાલાસરા (ઉ.વ.૩૧. રહે. રવાપર જુના ગામ શિવ શક્તિ સોસાયટી મોરબી) ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં રૂ.૭૪૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયો છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.