મોરબીમા ગાંધી ચોક મેલડી માતાજીના મંદિરની દિવાલ નજીક પાછળ વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીમા ગાંધી ચોક મેલડી માતાજીના મંદિરની દિવાલ નજીક પાછળ વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતો આરોપી નટુભાઈ વસરામભાઈ ઉર્ફે વશુભાઈ વરાણીયા (ઉ.વ.૬૮.રહે. ત્રાજપર, મોરબી-૨) ને રોકડ રકમ રૂ.૩૧૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





