મોરબીમાં લાલબાગ પોસ્ટ ઓફિસ ખાતે સુકનીયા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલવા માટે ત્રણ દિવસ કેમ્પનું આયોજન
મોરબી: મોરબી સામા કાંઠા વિસ્તારની લાલબાગ પોસ્ટ ઓફિસ ખાતે તારીખ 05/02/2023. થી. 07/02/2023. ત્રણ દીવસ ૦ થી ૧૦ વર્ષની બાળકીઓ માટે સુકનીયા સમૃદ્ધિ યોજનાનાં ખાતા ખોાલવા માટેનો સ્પેશિયલ કેમ્પનું આયોજન કરેલ છે. જેથી મોરબીના સામાકાંઠા વિસ્તારની જાહેર જનતાને આ કેમ્પમાં લાભ મેળવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ખાતું ઓછામાં ઓછી ૨૫૦/- રૂપિયાથી ખુલશે જેમાં દીકરી જન્મ તારીખનો દાખલો તેમજ વાલીનુ આધાર કાર્ડ અને પાનકાર્ડ સાથે બે પાસપોર્ટનાં ફોટા રાખવા. વધુ માહિતી માટે સંપર્ક કરો એસપીએમ દીલીપભાઇ મો-૮૮૪૯૮૯૫૪૭૮.