Friday, June 26, 2026

મોરબીમાં લાયસન્સ વગરની પ્રાઇવેટ સિક્યુરીટી ચલાવતા અલગ અલગ જગ્યાએ બે સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરતી મોરબી એસ.ઓ.જી.ટીમ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં લાયસન્સ વગરની પ્રાઇવેટ સિક્યુરીટી ચલાવતા અલગ અલગ જગ્યાએ બે સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરતી મોરબી એસ.ઓ.જી.ટીમ

મોરબી: મોરબી જીલ્લામાં લાયસન્સ વગરની (અન-અધિકૃત) પ્રાઇવેટ સિક્યુરીટી ચલાવતા અલગ અલગ જગ્યાએ બે સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરતી મોરબી એસ.ઓ.જી.ટીમ

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષક મોરબી જિલ્લાનાઓએ આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા અનુસંધાનેઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી, મોરબી નાઓને સુચના કરેલ જે અન્વયે મોરબી જિલ્લામાં અનઅધિકૃત સીક્યુરીટી ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા એસ.ઓ.જી. સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન અલગ અલગ બે સંચાલક વિરૂધ્ધ અલગ અલગ બે ગુન્હાઓ દાખલ કરવામાં આવેલ,

પ્રથમ મોરબી સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલ જી.કે. હોટલના ગેઇટના આગળના ભાગે ઇમરાન ઉર્ફે ખાન ઉસમાનભાઇ સોલંકી જાતે સિપાઇ ઉવ. ૪૧ ધંધો. સીક્યુરીટી તથા લેબર કામ રહે. ભવાની ચોક, પોલીસ લાઇન પાછળ, તરીયા ચોક, મોરબી વાળા પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવવા અંગે લાયસન્સ ન હોવા છતા જી.કે.હોટલમાં પ્રાઇવેટ સિકયુટીરી ગાર્ડ પુરા પાડતા સંયાલક વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

જયારે બીજો મોરબી તાલુકાના ટીંબડી પાટીયા, પીપળી રોડ નજીક આવેલ “એફિલ વીટ્રીફાઇડ પ્રા.લી. ” કારખાનામાં સંજયકુમારસિંગ અવધેશકુમાર સિંહ જાતે રાજપુત ઉં.વ.૪૧ ધંધો- પ્રાઇવેટ સિકયુરિટી રહે. હાલ એફિલ વીટ્રીફાઇડ કારખાના, ટીબંડી પાટીયા પાસે, તા.જી.મોરબી મુળ ગામ ઉમધા, પોસ્ટ ફકુલી જી. છપરા રાજ્ય બિહાર વાળા પ્રાઇવેટ સિકયુરીટી અંગેનુ લાયસન્સ ન હોવા છતા સદર કારખાનામાં પ્રાઇવેટ સિકયુટીરી ગાર્ડ પુરા પાડતા સંચાલક વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,609,470

TRENDING NOW