Monday, June 22, 2026

મોરબીમાં રહેણાંક મકાનમાંથી 66 હજારના મતામાલની ચોરી

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં રહેણાંક મકાનમાંથી 66 હજારના મતામાલની ચોરી

મોરબી: મોરબી પાડા પુલ પાસે જી.ઈ.બી.ડી-ટાઈપ ક્વાર્ટર્સમા રહેણાંક મકાનમાંથી સોના, ચાંદીના દાગીના તથા રોકડ સહિત ૬૬ હજારના મતામાલની ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ ગયો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જયેશગીરી ચંદ્રકાંતગીરી ગોસ્વામી (ઉ.વ.૪૧) રહે. મોરબીના સામા કાંઠે પાડાપુલની બાજુમાં જી.ઈ.બી.ડી.-ટાઈપ ક્વાર્ટરસ તા.જી. મોરબીવાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૬-૧૧-૨૦૨૩ થી તા. ૨૬-૧૧-૨૦૨૩ સુધીમાં કોઈપણ સમયે ફરીયાદી પોતાના વતનમા ભાવનગર ગયેલ હોય અને ઘર બંધ હોય ત્યારે કોઇ અજાણ્યા ચોર ઇસમે તા-૦૬/૧૧/૨૩ થી તા-૨૬/૧૧/૨૩ સુધીમા કોઇ પણ સમયે ફરીયાદીના મકાનના મેઇન દરવાજાનો નકુચો તોડી મકાનમા પ્રવેશ કરી ઘરમા લોખંડના કબાટના લોક તોડી અંદર રાખેલ સોનાની બુટી જોડી-૦૧ તથા વિટી નંગ-૦૧ બન્ને મળી આશરે ૦૭ ગ્રામની કી.રૂ-૩૫,૦૦૦/- તથા ચાંદિના દાગીના કિ.રૂ-૬૦૦૦/- તથા રોક્ડ રૂપીયા-૨૫૦૦૦/- ના મળી કુલ રૂપીયા-૬૬,૦૦૦/-ની મતાની ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર જયેશગીરીએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,055

TRENDING NOW