Thursday, May 22, 2025

મોરબીમાં યુવકને ઘરબેઠા રૂપિયા કમાવવા પડ્યા મોંઘા; 20.75 લાખની છેતરપીંડી

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં યુવકને ઘરબેઠા રૂપિયા કમાવવા પડ્યા મોંઘા; 20.75 લાખની છેતરપીંડી

મોરબી શહેરમાં રહેતા અને લોન કન્સલ્ટન્સીનો ધંધો કરતા યુવકને આરોપીએ ઘરબેઠા રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી અલગ અલગ બહાના હેઠળ યુવક પાસેથી રૂ. ૨૦,૭૫,૭૧૩ યુવક પાસેથી રોકાણ કરાવી જે પરત ના કરી યુવક સાથે છેતરપિંડી કરી રૂપિયા પડાવ્યા હોવાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર પ્રમુખ સ્વામી પાર્ક -૨ સંગાથ પેલેસ -૨ ફ્લેટ નં -૬૦૧ મા રહેતા અને લોન કન્સલ્ટન્ટનો ધંધો કરતા હાર્દીપકુમાર ગણેશભાઈ પનારા (ઉ.વ.૨૮) એ આરોપી અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ઓન લાઇન જોબ વર્ક આપવાની વ્હોટસએપ ટેલીગ્રામ દ્રારા વાતચીત કરી ફરીયાદીને ઘર બેઠા રૂપીયા કમાવવાની લોભામણી લાલચ આપી શરૂઆતમાં ફરીયાદીનો વિશ્વાસ મેળવવા કામ પુરૂ કરતા ફરીયાદીને કામના થતા રૂપિયા ફરીયાદીના એકાઉન્ટમાં જમા કરાવી ફરીયાદીનો વિશ્વાસ ભરોસો કેળવી બાદમાં અલગ અલગ બહાના હેઠળ ફરીયાદી પાસેથી કુલ રૂ.૨૦,૭૫,૭૧૩ ફરીયાદી પાસે રોકાણ કરાવી જે રોકાણ કરેલ ફરીયાદીના લેણા થતા રૂપીયા ફરીયાદીને આજ દિન સુધી પરત નહી આપી ફરીયાદી સાથે વિશ્વાસધાત છેતરપીંડી કરી રૂપિયા પડાવી લીધા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,506,566

TRENDING NOW