Monday, May 5, 2025

મોરબીમાં મહિલા દિવસની ખરા અર્થમાં સાર્થક ઉજવણી માટે અનોખી પહેલ

Advertisement
Advertisement
Advertisement

મોરબી : આગામી 8 માર્ચે મહિલા દીવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે મોરબીની પી.જી.પટેલ કોલેજ-એન.એસ.એસ યુનિટ તથા લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સંયુક્ત ઉપક્રમે “DONATE HAIR, DONATE HOPE” સુત્ર અંતર્ગત અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં કેન્સર પીડીતો માટે વાળનું દાન આપીને તેમના જીવનમાં અજવાળુ લાવવાનો એક પ્રયાસ કરવામાં આવનાર છે.

આપણે સૌ જાણીએ છીએ કે કેન્સર પીડીતો કીમો થેરાપીની સારવાર દરમિયાન પોતાના વાળ ગુમાવતા હોય છે. વ્યક્તિની સાચી સુંદરતા વાળથી જ હોય છે. આ માટે કેટલીક સેવાકીય સંસ્થાઓ કેન્સર પીડીતોને વિના મુલ્યે હેર વિગ આપતી હોય છે, આ હેર વિગ આપીને તેમના જીવનમાં પ્રકાશ લાવવના કાર્યમાં સહભાગી બનીને આવતીકાલે મહીલા દીવસે વાળનું દાન કરવા માટે લાયન્સ ક્લબ ઓફ મોરબી – નઝરબાગ દ્વારા મોરબીની મહીલાઓને અપીલ કરવામાં આવી છે. આ ઉમદા કાર્યમાં મોરબીની કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે અને આ અંગે વધુ માહીતી તથા નામ નોંધણી માટે મોબાઈલ નંબર 8238088777 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,745

TRENDING NOW