મોરબીમાં બીમાર દર્દીને સહાય કરી અજય લોરીયએ પુત્ર દેવના જન્મ દિવસની ઉજવણી કરી
મોરબી : મોરબીના સેવાભાવી અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાના પુત્ર દેવના ૮ માં જન્મ દિવસની ઉજવણી સેવકાર્યો થકી કરી હતી. જેમાં ગઈ કાલે શનાળા ખાતે કિડનીના દર્દી રેખાબેન દરિયાલાલભાઈ સાવલિયાને સહાય કરવા યોજાયેલ રામા મંડળમાં ૫૧,૦૦૦નું અનુદાન આપી પુત્ર દેવના જન્મ દિવસની ઉજવણી કરી હતી.






