મોરબીમાં બારોબાર રૂપિયા પડાવવા યુવકનુ અપહરણ કરી બે શખ્સોએ ધોકા વડે ફટકાર્યો
મોરબી: મોરબી ક્રિષ્ના હોટલ નજીક યુવકને બે શખ્સોએ કહેલ કે જીગ્નેશભાઈ કૈલાને ધંધાના બાકી નીકળતા રૂપિયા બારોબાર અમારે લેવા છે તું કેમ આપતો નથી કહી યુવકનુ અપહરણ કરી ફ્લેટમાં ગોંધી રાખી મુંઢમાર તથા ધોકા વડે મારમાર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવાને બંને શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર સ્કાયમોલની સામે ભારતનગરમા રહેતા ચેતનભાઈ કાન્તિલાલભાઈ બજાણીયા (ઉ.વ.૨૯) એ આરોપી યોગેશ કાસુન્દ્રા તથા રઘો મેરજા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૧-૨૦૨૩ થી ૧૫-૦૧-૨૦૨૩ સુંધી ફરીયાદીને આરોપી યોગેશ કાસુન્દ્રા તથા આરોપી રઘો મેરજા એમ બંનેનાએ કહેલ કે જીગ્નેશભાઇ કૈલાને ધંધાના બાકી નીકળતા રૂપિયા બારોબાર અમારે લેવા છે તુ કેમ આપતો નથી તેમ કહી મોટર સાયકલ ઉપર બળજબરીથી બેસાડી અપહરણ કરી ફલેટમા ગેરકાયદેસર રીતે ગોંધી રાખી ઢીકા પાટુ તથા ધોકા વડે માર મારી આરોપી યોગેશ એ માથાના ભાગે તેમજ શરીરના ભાગે મુંઢ ઇજા કરી તેમજ ધોકા વડે જમણા હાથની ત્રીજા આંગળીના પોચાના ભાગે ફેકચર કરી તેમજ આરોપી રઘાએ શરીરે તેમજ પગના ભાગે ધોકા વડે માર મારી મુંઢ ઇજાઓ કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર ચેતનભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩,૩૨૫,૩૪૨,૩૬૫,૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.