Monday, May 5, 2025

મોરબીમાં ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટર ખાતે ફિઝીયોથેરાપી કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: જીઆઇડીસી રોડ પર આવેલ સ્વામિનારાયણ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના બીજા માળે રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટરને ખાતે આજે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 125 થી વધુ મોરબી શહેરના લોકોએ લાભ લીધો હતો. દરેક દર્દી ને દુખાવાની ટ્યુબ ભેટ આપવામા આવેલ હતી. આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ (MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ દ્વારા સેવા આપવામાં આવેલ હતી.

ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટરમાં છેલ્લા ડોઢ વર્ષમાં 2000 થી વધુ દર્દીઓને સફળ સારવાર રાહતદરે લીધેલ છે. આ કેમ્પમાં સાયટીકા, ગાદી ખસવી, સાંધાના વા, ઘુંટણનો ઘસારો, કમર, ગરદન, ઢીંચણ, ખભા, એડીનો દુખાવો, ફેક્ચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, કમ્પવા, સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રના રોગો, બેલેન્સ પ્રોબ્લેમ, તમાકુ કેંસરના ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર, ડિલીવરી પહેલા પછીની કસરતો તથા કોવિડ-૧૯ પછીની તફલીકો જેમકે શ્વાશની તફલીક કે સાંધાના દુખાવા જેવી સમસ્યાના દર્દીઓએ લાભ લીધો હતો. તેમજ ફિઝીયોકેર-ફિઝીયોથેરાપી અને રીહેબિલીટેશન સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ તથા તેમના સ્ટાફના ડો.અંજલી, ડો.પૃથ્વી, ડો.સુચિતા, ડો.કૃપા સેવા આપેલ હતી.

Related Articles

Total Website visit

1,502,749

TRENDING NOW